Tuesday, January 11, 2011

FW: Jokes GUJARATI JOKES

 

જગો પ્રવચનમાંથી આવ્યો અને આવતાંની સાથે જ પોતાની પત્નીને ઊંચકીને ફરવા લાગ્યો ! એટલે તેમનાં પત્નીને નવાઈ લાગી અને પૂછયું, "શું વાત છે, આજે કેમ ખૂબ ખુશ છો ?"

જગો કહે : પ્રવચનમાં સંત મહાત્મા કહેતા હતા કે, તમારાં દુઃખ અને મુશ્કેલીને હસતા હસતા ઉપાડી લો ! એટલે હું તને આજે ઉપાડીને ફરી રહ્યો છું !!!

 

*********

સંતા : મેં તને પત્ર લખ્યો હતો તો પણ તું મારા લગ્નમાં કેમ ન આવ્યો?

બંતા : મને પત્ર જ નથી મળ્યો.

સંતા : મૂર્ખા મેં પત્રમાં લખ્યું તો હતું કે પત્ર મળે કે ન મળે પણ લગ્નમાં જરૂરથી આવજે.

 

********

વનિતા : વનમાળીને કહે છે, સાંભળો છો ! તમને મારી સુંદરતા વધારે ગમે છે કે... મારું સુડોળ શરીર ?

વનમાળી : મને... તારી... આ મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે... !

 

*********

ટીનુ : કનુ, આ કૂતરાને ક્યાં લઈ જાય છે ?

કનુ : દવાખાને.

ટીનુ : કેમ ? તારી પત્નીને કરડયો તેથી દાંત કઢાવવા ?

કનુ : ના, દાંત વધુ અણીદાર કઢાવવા.

*********

શ્યામઃ રાજુ, તું જમતા પહેલાં પ્રાર્થના કરે છે કે નહીં.

રાજુ  : ના, મારી મમ્મી સારી જ રસોઈ બનાવે છે એટલે પ્રાર્થના કરવાની જરૃર નથી પડતી.

********

ડાકુઓએ ચમનસિંહના ઘરમાં ધાડ પાડી ને ઘરમાં ઘૂસી ગયા

ડાકુઃ સોના કહાં હૈ જલદી બતાઓ વરના માર દેંગે

ચમન સિંહઃ જહાં મરજી પડે સો જાવ પૂરા ઘર ખાલી પડા હૈ!

*********

ટીચરઃ (બંટીને) બંટી, આ વખતે તારી હાજરી ખૂબ જ ઓછી છે એથી હું તને પરીક્ષામાં નહીં બેસવા દઉં

બંટી : સર કંઈ વાંધો નહીં હું ઊભા ઊભા જ પરીક્ષા આપીશ.

********

શાંતાબેને પોતાના પતિના મરણના તેરમા પર બધાને જમવાનું કીધું. પરંતુ પોતાની પાડોશમાં રહેતા કાંતાબેનને કહેવાનું ભૂલી ગયાં.

આ જોતાં જ ગુસ્સે થઈ કાંતાબેન બોલ્યાં, કોઈ વાંધો નહીં મારા પતિને પણ મરવા દે, ત્યારે તને પણ હું એમના તેરમામાં નહીં બોલાવું.

*********

પિતા (રોહનને)- બેટા, બુદ્ધિશાળી લોકો બેવકૂફોની વાતનો જવાબ ન આપે. માત્ર હસી નાખે.

રોહન- એટલે જ તો પપ્પા, પરીક્ષામાં મેં સવાલો વાંચ્યા અને હસીને આવી ગયો!

********

બબલૂ ગણિતમાં નપાસ થયો.

તેના પપ્પાએ ખિજાઈને કહ્યું - નપાસ કેવી રીતે થયો?

બબલૂ - હું શું કરું? ટિચર પોતે જ ગૂંચવાયેલા હતા અને અમને બધાને પણ ગૂંચવી દીધા.

પપ્પા - એટલે?

બબલૂ - એક દિવસ ટિચર કહી રહ્યા હતા કે પાંચ વત્તા પાંચ બરાબર દસ થાય. બીજા દિવસે એમણે કહ્યું કે સાત વત્તા ત્રણ બરાબર દસ થાય. ત્રીજા દિવસે પાછું કહ્યું કે છ વત્તા ચાર બરાબર દસ થાય, હવે તમે જ કહો, આમાંથી સાચું શું માનવું?

**********

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.

'
હા….હા….હાહીહી..હી….મેં ચુડેલ હૂંહા……હા….હા…'

મિશ્રાજી : 'અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !'

 

 The New Busy think 9 to 5 is a cute idea. Combine multiple calendars with Hotmail. Get busy.

The New Busy think 9 to 5 is a cute idea. Combine multiple calendars with Hotmail. Get busy.

The New Busy is not the old busy. Search, chat and e-mail from your inbox. Get started.

--
Thanks

Sarala Majmudar

अहंकार के सिर पर द्वेष होता है, धारणाएँ होती हैं, मान्यताएँ होती हैं, बाह्य आडम्बर होता है लेकिन प्रेम तो एकदम आवरणरहित होता है। प्रेम के पास कोई पकड़ नहीं होती, कोई वासना नहीं होती, आडम्बर नहीं होता। प्रेम के पास बस, मुस्कान है, बलिहारी है, अहोभाव है, धन्यवाद है।No comments:

Post a Comment